અહી અમે ગુજરાતી વ્યાકરણ ની સંપૂર્ણ જાણકારી આપી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ભાષા માં વ્યાકરણ નું શું મહત્વ હોય છે. ભાષા માટે તેનું વ્યાકરણ એ તેનું બંધારણ હોય છે. ગુજરાતી ભાષા માટે તેના વ્યાકરણ ની શરૂઆત સિદ્ધરાજ જયસિંહ સમયે થયી હતી. સિદ્ધરાજ જયસિંહ ના સમયે તેના ગુરુ મુનિ હેમચંદ્રાચાર્ય દ્વારા ગુજરાતી વ્યાકરણ ને વ્યવસ્થિત રીતે લખવાની શરૂઆત કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય દ્વારા તે સમયે સિદ્ધહેમશબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથ ની રચના કરવામાં આવી હતી. સમયાંતરે તેમાં થોડા સુધારા વધારા બાદ અત્યારે આપણે એક ગુજરાતી ભાષા ને શુદ્ધ રીતે વાંચી કે લખી શકીએ છીએ. આમ ગુજરાતી ભાષા ને તેની આ ઓળખ માટે સિદ્ધરાજ જયસિંહ અને ગુરુ હેમચંદ્રાચાર્ય નો મહત્વનો ફાળો છે.
કોઈ પણ વ્યાકરણ જુદા જુદા નિયમો અને અંગો થી બનેલું હોય છે, એમ ગુજરાતી ભાષામાં પણ વ્યાકરણ ને સમજવા માટે તેમાં ગુજરાતી વર્ણમાળા, શબ્દ, વાક્ય, પદ, વિરામ ચિહ્ન, સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, કૃદંત, નિપાત, વિભક્તિ, સંધિ, સમાસ, સમાનાર્થી શબ્દ, જોડણી, અલંકાર, છંદ, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત વગેરે...